Loading...

અમદાવાદના બોપલમાં ફાયરિંગ, ગોળી વાગતા એકનું મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડીરાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યકિતનું મોત નિપજ્યું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુंડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું છે. કલ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પૈસાની લેતીદેતીમાં બનાવ બન્યાનું અનુમાન 

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગતરાત્રિએ ફાયરિંગનો બનાવ બન્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થતા કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતા મોત નિપજ્યું છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતકના ઘરે 2 લોકો ગાડીમાં મળવા આવ્યા હતા 

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ બન્યો તે પહેલા મૃતક કલ્પેશને મળવા માટે બે લોકો કાર લઈને આવ્યા હતા. મૃતકની દીકરીએ કહ્યું હતું કે, ગોળીનો અવાજ આવ્યો ત્યારે પિતા રૂમમાં એકલા હતા.

રિવોલ્વર ઘરેથી મળી ન આવતા રહસ્ય ઘેરાયું 

મૃતકના જમણી બાજુના લમણે ગોળી વાગેલી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ રહસ્ય ઘેરાયું છે. જે હથિયારમાંથી ફાયરિંગ કરાયું છે તે પણ ઘટનાસ્થળેથી ન મળતા તર્કવિતર્ક સર્જાયા છે. બોપલ પોલીસે આ મામલે હજી ગુનો નોંધ્યો નથી. FSL અને PMના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.