Loading...

અમૂલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ભેળસેળ:ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નેતા વોટ આપવા સભાસદ બન્યાં

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી લઇને રાજકીય પક્ષના નેતાઓ દ્વારા સત્તા હાંસલ કરવા માટે કાવાદાવા ચૂંટણીના એક વર્ષ અગાઉ ખેલાતા હોય છે. જેમાં ખરેખર પશુપાલકો હિત વિચારતા દૂધ મંડળીના ચેરમેન સહિત હોદેદારો બાજુએ રહી જાય છે.પરંતુ વર્ષોથી અમૂલ રાજકીય ઓથા હેઠળ ડિરેકટરોને સત્તાનો મોહ છુટતો નથી. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બની બેઠેલા નેતાઓની સભાસદ અંગે પોલ ખોલતો વિડીયો વાયરલ કરીનેમંડળીના નિયમોને બાજુએ મુકીને પોતાના પરિવાર બે થી ત્રણ મત ઉભા કરવા માટે અન્ય ગામોની મંડળીમાં પરિવારના સભ્યો નોંધણી કરાવી દઇને મતાધિકાર મેળવીને ખેલ પાડી રહ્યો હોવાની પોલ ખુલ્લી પાડતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીએ અમૂલ ડેરીના પેટા નિયમ એક સુધારો છે કે જે પોતે જે તે ગામનો સભાસદ હોય તેજ કમિટી સભ્ય રહી શકે છે તે ડેરી તેના નામોનો ઠરાવ કરે તો મતદાન કરી શકે છે. પરંતુ હાલમાં અમૂલ ડેરીની મતદાર યાદીમાં નોંધાયેલા નામો પર નજર કરી તો કેટલાંક રાજકીય નેતાઓએ પોતાના સતા જાળવાઇ રહે તે માટે પોતાના ગામની દૂધ મંડળીમાં સભ્ય પદ ન નોંધાવી શકતાં કાવાદાવા રમીને અન્ય ગામોની દૂધ મંડળીમાં સભાસદ ખોટી રીતે મેળવીને મતધિકાર પ્રાપ્ત કર્યો છે.તો વળી કેટલાંક નેતાઓ પોતાના સહિત પત્ની અને પુત્રના નામ મતદાર યાદીમાં ચઢાવી દીધા છે.

પોતે જે તે ગામમાંથી સભાસદ મેળવ્યું હોય તો પત્ની કે પુત્રનું અન્ય ગામમાંથી સભાસદ મેળવીને તે મંડળી પાસે તેમના નામનો ઠરાવ કરીને મતધિકારી મેળવી ખેલ પાડી રહ્યાં છે. જેમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે,મતદારયાદી માં મહેમદાવાદ,આણંદ, ખંભાત, ખેડા, તથા બાલાસિનોર ની મંડળી દ્વારા રજૂ કરવામાં આવેલ ઠરાવ મતદાતા અન્ય સ્થળે રહેતાં હોય અને ઠરાવ અન્ય વિસ્તારની દૂધ મંડળીના રજૂ કર્યા હોવાનું ઉજાગર કર્યું છે. જેને લઇને ચર્ચાનો વિષય બની ગયો છે.

કોની સામે આક્ષેપ 

1. મહેમદાવાદના જયરામભાઇ 

2. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ 

3. પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર 

4. કપડવંજ એપીએમસીના ચેરમેન ધવલભાઇ 

5. બાલાસિનોરના રાજેશ પાઠક 

6. ખેડા જિલ્લા સંધના પૂર્વ ચેરમેન સામે 93 કલમ છતાં મત

છેલ્લા દિવસે 21 અરજી આવી કુલ 61 વાંધા નોંધાયા 

આણંદ અમૂલ ડેરી પ્રાથમિક મતદાર યાદીમાં કેટલાંક નામો નીકળી જતાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વાંધા અરજી રજૂ કરવાના છેલ્લા દિવસે પણ 21 નવી અરજી આવતા કુલ આંક 61 પહોચ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 24નો નિકાલ કરાયો છે. જો કે દરરોજ ચાર થી પાંચ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.જેથી આખરી મતદાર યાદી 12મી ઓગષ્ટ પ્રસિદ્વ થવાની સંભાવના છે.