Loading...

જમ્મુમાં CRPF વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું:3 જવાનોના મોત, 5 ગંભીર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:30 વાગ્યે CRPF જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં 3 જવાનોના મોત થયા છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 5 જવાનોની હાલત ગંભીર છે.

CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'