Loading...

આવતીકાલે ભાઈબહેનના પવિત્ર પ્રેમનું પર્વ:રાખડી બાંધવાનો શુભ સમય શું રહેશે? જાણો કયા મંત્રનો જાપ કરવો, પૂજાની થાળીમાં શું-શું હોવું જોઈએ

આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા બે દિવસ, 8 અને 9 ઓગસ્ટે રહેશે. શ્રાવણ પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 1.35 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ બપોરે 1.24 વાગ્યા સુધી ચાલશે. 9 ઓગસ્ટના રોજ પૂર્ણિમા તિથિએ સૂર્યોદય થશે, જેના કારણે આ દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવશે. 8 ઓગસ્ટના રોજ ફક્ત ઉપવાસની પૂર્ણિમા રહેશે.

રાખડી બાંધવાનો શુભ સમય શું રહેશે? 

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, રક્ષાબંધનનો આખો દિવસ શુભ છે. બહેન ભાઈને દિવસ દરમિયાન ગમે ત્યારે રાખડી બાંધી શકે છે. જોકે, જે લોકો તિજોરી, કબાટ, વાહન વગેરેને રક્ષા બાંધે છે તેમનો એવો આગ્રહ રહે છે કે શુભ મુહૂર્તમાં જ કાર્ય કરે તો તેમના માટે સવારે સવારે 07:50થી 09:20 સુધી, બપોરે 12:50થી સાંજે 05:40 સુધી, સાંજે 07:20થી 08:40 સુધી અને રાત્રે 11:05 થી મધ્યરાત્રિએ 2:05 સુધી શુભ સમય રહેશે.

જ્યોતિષીઓનું કહેવું છે કે 09 ઓગસ્ટે નક્ષત્રોના શુભ સંયોગને કારણે દિવસભર ખરીદી માટે શુભ સમય રહેશે. આમાં વાહન, મિલકત, ઘરેણાં, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક સામાન અને અન્ય વસ્તુઓની ખરીદી લાંબા ગાળાના લાભ આપશે. ઉપરાંત, આ દિવસ કોઈપણ શરૂઆત માટે ખૂબ જ સારો રહેશે.

કોણ કોને રક્ષા સૂત્ર બાંધી શકે? 

આપણે એવા લોકોને રક્ષા સૂત્ર બાંધી શકીએ છીએ જેમને આપણે ખરાબ સમય, રોગો, દુશ્મનોથી રક્ષા કરવા માંગીએ છે. રક્ષાસૂત્ર ધારણ કરનાર વ્યક્તિના વિચારો સકારાત્મક રહે છે, અને મન શાંત રહે છે. બહેન પોતાના ભાઈને, શિક્ષક પોતાના શિષ્યને, માતા-પિતા પોતાના બાળકોને, પોતાના શુભચિંતકોને, પોતાના ઈષ્ટ દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે.

ઈન્દ્રાણી દેવરાજ ઈન્દ્રની પત્ની હતી. માન્યતા અનુસાર ઈન્દ્રાણીએ તેમની રક્ષા માટે ઈન્દ્રના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. આ માન્યતાના કારણે પત્ની પોતાના પતિના સૌભાગ્ય માટે રક્ષા સૂત્ર બાંધી શકે છે.

રક્ષાસૂત્ર કેમ બાંધવામાં આવે છે? 

રક્ષાસૂત્ર બાંધતી વખતે ઇષ્ટ દેવતાને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. જો રાખડી ન હોય તો ભાઈના કાંડા પર રેશમનો દોરો અથવા પૂજાનો લાલ દોરો રક્ષાસૂત્ર તરીકે બાંધી શકાય છે. જૂના જમાનામાં બહેનો ભાઈના કાંડા પર વૈદિક રાખડી બાંધતી. વૈદિક રાખડી બનાવવા માટે દૂર્વા, ચોખા, સરસવના દાણા, કેસર, ચંદન અને એક નાનો સોના કે ચાંદીનો સિક્કો રેશમી કપડામાં રાખવામાં આવે છે. તમે પોટલી બનાવીને તમારા ભાઈના કાંડા પર દોરાની મદદથી બાંધી શકો છો.

આ મંત્ર મહાલક્ષ્મી અને અસુરરાજ બલિ સાથે જોડાયેલો છે. બલિને વરદાન આપવાને કારણે વિષ્ણુજી પાતાળલોકમાં રહેતા હતા. એ સમયે લક્ષ્મીજીએ બલિને રક્ષાસૂત્ર બાંધીને પોતાનો ભાઈ બનાવ્યો હતો. આ પછી બલિએ ભગવાન વિષ્ણુને પાતાળલોકમાંથી મુક્ત કર્યા હતા.

રાખડી બાંધવાની રીત

  • સૌ પ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરીને બહેને ભાઈના કપાળ પર ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવું જોઈએ. તિલક પર ચોખા લગાવો.
  • ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો.
  • મીઠાઈ ખવડાવો. દીવો પ્રગટાવો અને આરતી કરો.
  • ભાઈના રક્ષણ અને સારા નસીબ માટે ભગવાનને પ્રાર્થના કરો.