વિસાવદર પેટાચૂંટણી:વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત
આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતોથી ભવ્ય જીત થતા ગોપાલ ઇટાલિયાએ AAP કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી અને કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યાં