સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો:80,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટ્યો
આજે એટલે કે 8 ઓગસ્ટના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 80,200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થયો છે. તે 24,450ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેરો વધી રહ્યા છે અને 23 શેરો ઘટી રહ્યા છે. બેંકિંગ અને IT શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, FMCG અને ઓટો શેર વધી રહ્યા છે.
એશિયન બજારોમાં ઘટાડો
- એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 909 પોઈન્ટ (2.22%) વધીને 41,968 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે કોરિયાનો કોસ્પી 13 પોઈન્ટ ઘટીને 3,214 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 164 પોઈન્ટ (0.65%) ઘટીને 24,916 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 2 પોઈન્ટના નજીવા વધારા સાથે 3,642 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- 7 ઓગસ્ટના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 224 પોઈન્ટ ઘટીને 43,968 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 73 પોઈન્ટ વધીને 21,242 પર અને S&P 500 6,340 પર ફ્લેટ બંધ થયો.
આજે 2 IPO માટે અરજી કરવાનો બીજો દિવસ
JSW સિમેન્ટ અને ઓલ ટાઈમ પ્લાસ્ટિક લિમિટેડના IPO ગઈકાલથી ખુલી ગયા છે. JSW સિમેન્ટ આ IPO દ્વારા રૂ. 3,600 કરોડ એકત્ર કરવા માગે છે. JSW સિમેન્ટ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 139થી રૂ. 147 છે. ઓલ ટાઈમ પ્લાસ્ટિક લિમિટેડ આ IPO દ્વારા રૂ. 400 કરોડ એકત્ર કરવા માગે છે. ઓલ ટાઈમ પ્લાસ્ટિક લિમિટેડ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 260થી રૂ. 275 છે.
ગઈકાલે બજારમાં તેજી હતી
ગઈકાલે, 7 ઓગસ્ટના રોજ સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 80,623 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 22 પોઈન્ટ વધીને 24,596 પર બંધ થયો હતો. આજે, સેન્સેક્સ 79,811ના નીચલા સ્તરથી 812 પોઈન્ટ સુધરીને બંધ થયો હતો.