Loading...

ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું:વડાલીમાં 12.5, ખેડબ્રહ્મામાં 11.5 ઇંચ ખાબક્યો

શનિવાર સાંજે મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ રવિવાર સાંજે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 44 તાલુકા (94% વિસ્તાર)માં મેઘમહેર થઇ ચૂકી છે. જેમાં સાૈથી વધુ સાબરકાંઠાના વડાલીમાં સાડા 12 ઇંચ, ખેડબ્રહ્મામાં સાડા 11 ઇંચ, દાંતામાં સવા 9 ઇંચ, અમીરગઢમાં સવા 6 ઇંચ, ઇડરમાં 5 ઇંચ, સતલાસણામાં સાડા 4 ઇંચ અને વિજયનગરમાં સાડા 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લગભગ સાર્વત્રિક વરસાદના કારણે 7 ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે.

અતિભારે વરસાદના પગલે સાબરકાંઠાના આંતરિક 3 રસ્તા અને બનાસકાંઠાનો એક સ્ટેટ હાઇવે બંધ રહેતાં વાહન વ્યવહાર ખોટવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં એસટીના 2 રૂટની 4 ટ્રીપો રદ કરવી પડી હતી. મેઘતાંડવના પગલે પાટણમાં NDRFની અને બનાસકાંઠામાં SDRFની 1-1 ટીમ બચાવકાર્ય માટે તૈનાત કરી દેવાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે પણ મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સાડા 4 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે.

જિલ્લામાં શનિવાર સાંજે 6 થી રવિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ સતલાસણામાં પડ્યો હતો. જે પૈકી સાડા 3 ઇંચ વરસાદ શનિવાર સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીમાં વરસ્યો હતો. જેને લઇ સવાર થતાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા હતા. બાકીના તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ રહ્યો હતો.

જેમાં ખેરાલુમાં 1 ઇંચ, મહેસાણામાં 17 મીમી, ઊંઝામાં 11 મીમી, વડનગર-વિસનગરમાં 10-10 મીમી, વિજાપુરમાં 9 મીમી, કડીમાં 5 મીમી, બહુચરાજીમાં 2 મીમી વરસાદ વરસ્યો હતો. મહેસાણા 17 મીમી વરસાદે શહેરમાં રવિવારે દિવસભર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અટકી અટકીને હળવા વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો હતો. બીજી તરફ, ઉપરવાસમાં સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં પાણીની આવક ચાલુ થઇ છે. ધરોઇ ડેમમાં શનિવાર રાત્રે 11 કલાકે 2778 ક્યુસેકથી શરૂ થયેલી પાણીની આવક રવિવાર સવારે 9 કલાકે 60 હજાર ક્યુસેક સુધી પહોંચી હતી. જોકે, સાંજે 8 કલાકે આવક ઘટીને 1528 ક્યુસેકની થઇ હતી. આ દરમિયાન ધરોઇમાં 7.47% જથ્થો ઉમેરાયો હતો.

મહેસાણામાં પોણા ઇંચ , બાવનના‎નેળિયામાં ટુ-વ્હીલર ફસાયાં‎ મહેસાણામાં પોણા ઇંચ , બાવનના નેળિયામાં ટુ-વ્હીલર ફસાયાં મહેસાણા શહેર સહિત તાલુકામાં રવિવારે સવારે 6 થી 10 દરમિયાન 17 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટામાં લેવલ વગરના રસ્તા સાઇડમાં પાણી ભરાયા હતા. શહેરના બાવનના નેળિયામાં વરસાદી લાઇન કામ દરમિયાન વરસાદથી માટી બેસી જતાં પસાર થતાં ટુ-વ્હીલર ફસાઇ પડતાં હોવાનો કોલ ડિઝાસ્ટર કંટ્રોલરૂમને મળ્યો હતો.

આંબાઘાટમાં ભેખડો ધસતાં પથ્થરો તણાઈને હાઈવે પર આવી ગયા‎ દાંતા-સતલાસણા માર્ગ પરના આંબાઘાટા ઉપર રાત્રે એકાએક ભેખડ ઘસી પડતા બે થી અઢી કિલોમીટરના‎ઘાટ પર 500 મીટરના માર્ગ પર પત્થરો પથરાઇ ગયા હતા. જેને લઈને એક તરફનો માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ‎જતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ ન હતી. દાંતા પોલીસ‎અને આર એન્ડ બીની ટીમોએ સાંજ સુધીમાં પથ્થરો હટાવી માર્ગ શરૂ કરાવ્યો હતો.