Loading...

સોનું ₹1,00,904 ઓલ ટાઈમ હાઈ:અમદાવાદમાં સોનું 10 ગ્રામ ₹1,02,600 થયું

આજે એટલે કે 8 ઓગસ્ટના રોજ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 452 રૂપિયા વધીને 1,00,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ, સોનાનો ભાવ 1,00,452 રૂપિયા હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,600 પહોંચ્યો છે.

તેમજ, ચાંદીનો ભાવ 1,020 રૂપિયા વધીને 1,14,505 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદી 1,13,485 રૂપિયા હતી. 23 જુલાઈના રોજ ચાંદી 1,15,850 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર હતી.

અમદાવાદ સહિત મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ

  • અમદાવાદ: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,600 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹94,050 છે.
  • દિલ્હી: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,700 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹94,150 છે.
  • મુંબઈ: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૦૨,૫૫૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૪,૦૦૦ રૂપિયા છે.
  • કોલકાતા: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,550 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹94,000 છે.
  • ચેન્નાઈ: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,550 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹94,000 છે.
  • ભોપાલ: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,600 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹94,050 છે.

આ વર્ષે સોનાનો ભાવ ₹1 લાખ 4 હજાર સુધી જઈ શકે છે

એડવાઇઝરોના જણાવ્યાં મુજબ યુએસ ટેરિફને કારણે ભૂ-રાજકીય તણાવ પ્રવર્તી રહ્યો છે. આ સોનાને ટેકો આપી રહ્યો છે. આનાથી સોનાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખ 4 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદી આ વર્ષે 1 લાખ 30 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ₹24,742 મોંઘુ થયું 

આ વર્ષે, એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 24,742 રૂપિયા વધીને 1,00,904 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમજ, ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 28,488 રૂપિયા વધીને 1,14,505 રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે, એટલે કે 2024માં, સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું.

સોનું ખરીદતી વખતે 3 બાબતોનું ધ્યાન રાખો

1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો

હંમેશાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હોય છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે.

2. કિંમત ક્રોસ ચેક કરો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે.

3. રોકડ ચુકવણી ન કરો, બિલ લો

સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો.