Loading...

વોટ ચોરી મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ:રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત

આજે સંસદના ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વોટ ચોરી મામલે રાહુલ- પ્રિયંકા સહીત વિપક્ષના 300 સાંસદોએ મકર દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ શરૂ કરી છે. વિપક્ષી સાંસદો હાથમાં 'વોટ બચાવો'ના બેનરો લઈને ચાલી રહ્યા છે. જોકે, દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજુરી લીધી નથી. લોકસભાની કાર્યવાહી શરુ થયા બાદ વિપક્ષના હોબાળા બાદ લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા સાંસદો હાજર છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે સરકાર અમારી વાત સાંભળી રહી નથી.

દિલ્હી પોલીસે વિપક્ષની કૂચ અટકાવી

વિપક્ષની આ કૂચ સંસદના મકર દ્વારથી શરૂ થઈ હતી. સાંસદોએ હાથમાં 'વોટ બચાવો'ના બેનરો હતા. જોકે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજુરી માંગી નથી, તેથી, કૂચ ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલાં જ પરિવહન ભવન પાસે બેરિકેડ લગાવીને તેને અટકાવવામાં આવી હતી.

વિપક્ષની કૂચ વચ્ચે દિલ્હી પોલીસે વિસ્તારનો ઘેરાવ કર્યો

દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો, NSG, SPG અને વિશેષ સુરક્ષા ટીમો તહેનાત કરવામાં આવી છે. સાથે જ મેડિકલ અને ફાયરની ટીમ પણ તusનાત કરવામાં આવી છે. કુલ મળીને, 7500થી વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને ડીપર આરએએસ સુધી સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જેનું નિરીક્ષણ લગભગ 800 હાઇ ડેફિનેશન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સુધારેલા ઈન્કમટેક્સ બિલ 2025 રજૂ કરી શકે છે. 31 સભ્યોની પસંદગી સમિતિએ ફેરફારો સૂચવ્યા બાદ 8 ઓગસ્ટના રોજ, સીતારમણે નવું ઈન્કમટેક્સ બિલ 2025 પાછું ખેંચી લીધું.

સંસદીય સમિતિએ 21 જુલાઈના રોજ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. સમિતિએ સૂચન કર્યું હતું કે બિલમાં રહેલી બાબતોને વધુ સ્પષ્ટ અને કડક બનાવવી જોઈએ. અસ્પષ્ટ બાબતોને દૂર કરવી જોઈએ અને નવા કાયદાને હાલના માળખા સાથે જોડવો જોઈએ. પસંદગી સમિતિએ તેના 4584 પાનાના અહેવાલમાં કુલ 566 સૂચનો અને ભલામણો આપી હતી.

શુક્રવારે બિહારમાં SIRના મુદ્દા પર લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે બંને ગૃહોને 11 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.