સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 80,050 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટી 24,400ને પાર
આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે સોમવાર, 11 ઓગસ્ટ, સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 80,050 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધીને 24,400થી ઉપર છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં તેજી અને 10 શેરમાં ઘટાડો છે. SBI, NTPC અને ટ્રેન્ટના શેર 1% વધ્યા છે. ICICI બેંક, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરમાં તેજી અને 15 શેરમાં ઘટાડો છે. NSEના PSU બેંકિંગ ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.5% નો વધારો થયો છે. ઓટો, મેટલ, રિયલ્ટી અને ફાર્મામાં પણ તેજી છે. IT, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા છે.
ગ્લોબલ માર્કેટમાં તેજી
- એશિયન બજારોમાં, કોરિયાનો કોસ્પી 0.16% વધીને 3,215 પર ટ્રેડ થઈ રહ્યો છે. જાપાનનો નિક્કી આજે બંધ છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.21% વધીને 24,911 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.51% વધીને 3,653 પર કારોબાર કરી રહ્યો હતો.
- 8 ઓગસ્ટના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.47% વધીને 44,175 પર બંધ થયો. દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 0.98% વધીને 21,450 પર અને S&P 500 0.78% વધીને 6,389 પર બંધ થયો.
DIIsએ 8 ઓગસ્ટના રોજ ₹7,724 કરોડના શેર ખરીદ્યા
- 8 ઓગસ્ટના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,932.81 કરોડની નેટ ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 7,723.66 કરોડની નેટ ખરીદી કરી હતી.
- ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ ₹14,018.87 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ ₹36,795.52 કરોડની નેટ ખરીદી કરી છે.
- જુલાઈ મહિનામાં, વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 47,666.68 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 60,939.16 કરોડની નેટ ખરીદી કરી હતી.
શુક્રવારે બજાર 765 પોઈન્ટ ઘટ્યું હતું
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર, 8 ઓગસ્ટે, સેન્સેક્સ 765 પોઈન્ટ ઘટીને 79,857 પર બંધ થયો. 4 મહિના પછી, તે 80 હજારની નીચે આવી ગયો હતો. અગાઉ 9 મેના રોજ, બજાર 79,454 પર આવી ગયું હતું.
નિફ્ટી પણ 246 પોઈન્ટ ઘટીને 24,350 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 વધ્યા અને 25 ઘટ્યા હતા. મેટલ, આઈટી, ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો.