કાર્યવાહી:બાવળાના નાનોદરા, રોહિકા ગામમાંથી જુગાર રમતાં 21 શખસો ઝડપાઇ ગયા
બાવળા કેરાળા જીઆઇડીસી પોલીસે નાનોદરા ગામમાં રહેતાં નવઘણભાઇ પ્રહલાદભાઇ રાવળના ઘરની આગળ ખુલ્લી ઓસરીમાં જુગાર રમતા 14 જુગારીઓને પકડી લઇને તેમની પાસેથી મળેલા 14,870 રૂપીયા રોકડા અને 1,650 રૂપીયા દાવ ઉપરથી મળી કુલ 16,520 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા જુગારીઓમાં ભુપત ઉર્ફે સામજી ગુલામભાઇ ખલીફા,સંજય જગાભાઇ મેર,વિનોદ લાલજીભાઇ કોળી પટેલ, મહેશ પોપટભાઇ પટેલ, પ્રવિણ વાઘજીભાઇ પટેલ, રાધેશ્યામ દશરથભાઇ રાવળ, પિંન્ટુ વિષ્ણુભાઇ રાવળ, સામજી રામજીભાઇ કોળી પટેલ,વિષ્ણુ જલાભાઇ રાવળ, અશોક હિરાભાઇ મેર, નવઘણ પ્રહલાદભાઇ રાવળ,તમામ રહેવાસી, નાનોદરા અને વિક્રમ અરજણભાઇ મેલજીયા, વિનોદ અરજણભાઇ મેલજીયા અને મહેશ વિક્રમભાઇ મેલજીયા, (તમામ રહે.,અચારડા, તા.ચુડા, જી. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.
બીજા બનાવમાં બગોદરા પોલીસે રોહીકા ગામ પગીવાસમાં રહેતાં અભેસંગ ખોડાભાઇ ઓરવાણીયાનાં ઘરની સામે ખુલ્લી જગ્યામાં તીનપતીનો હારજીતનો જુગાર રમતા 7 શખસોને પકડી લઇને તેમની પાસેથી મળેલા 18,000 રૂપીયા રોકડા અને 2,380 રૂપીયા દાવ ઉપરથી મળી કુલ 20,380 રૂપીયાનો મુદામાલ કબ્જે કરી જુગાર રમતા ગોપાલ રત્નાભાઈ મેવાડા, ગણપત કરમશીભાઈ પરમાર,અભેસંગ ખોડાભાઈ ઓરવાણીયા, સહદેવ ધીરૂભાઈ સોલંકી, બ્રિજેશ હીરાભાઈ મેવાડા, માનસંગ ઉર્ફે માસા ખોડાભાઈ ઓરવાણી અને અજીત કાળુભાઇ ગોહીલને ઝડપી લીધા હતા.
