માનહાનિ કેસ- ધોનીની અરજી પર સુનાવણી થશે:મદ્રાસ હાઈકોર્ટનો આદેશ
મદ્રાસ હાઈકોર્ટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીના 100 કરોડ રૂપિયાના માનહાનિ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. ધોનીનું નિવેદન એડવોકેટ કમિશનર દ્વારા નોંધવામાં આવશે, જેથી ભીડ અને અંધાધૂંધી ટાળી શકાય.
ધોનીએ 2014માં આ કેસ દાખલ કર્યો હતો, જેમાં બે મુખ્ય મીડિયા ચેનલો પાસેથી નુકસાનીની માંગણી કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે 2013ના IPL સટ્ટાબાજી કૌભાંડ પર એક ટીવી ચર્ચા દરમિયાન તેની વિરુદ્ધ બદનક્ષીભરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
એડવોકેટ કમિશનરની નિમણૂક જસ્ટિસ સીવી કાર્તિકેયનએ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે જે ધોની વતી પુરાવા અને નિવેદનો નોંધશે. ધોનીએ સોગંદનામામાં કહ્યું કે તે કોર્ટ અને કમિશનરના નિર્દેશોનું પાલન કરશે અને ઇચ્છે છે કે ટ્રાયલમાં વિલંબ ન થાય.2013માં થયું હતું સ્પોટ ફિક્સિંગ IPL 2013માં સ્પોટ ફિક્સિંગ થયું હતું. પોલીસ તપાસમાં, BCCIના ભૂતપૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઈ, ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના વડા ગુરુનાથ મયપ્પન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેવા મોટા નામો આરોપી હતા.
રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ, એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચંદીલાની ધરપકડ કરવામાં આવી હતી. બંને ટીમ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિની રચના કરી હતી. 2015માં, સમિતિની ભલામણ પર, બંને ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ધોની હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને IPLમાં CSK માટે રમે છે. ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2007માં કેપ્ટન તરીકે, તેની કેપ્ટનશિપમાં ભારતે T20 વર્લ્ડ કપ, 2011માં, ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ધોનીએ IPLમાં સૌથી વધુ મેચ રમી છે IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. તેણે અત્યાર સુધીમાં 278 મેચ રમી છે. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. તેણે 38.30 ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ધોનીએ 24 અડધી સદી પણ ફટકારી છે. તેણે વિકેટકીપિંગમાં 47 સ્ટમ્પિંગ અને 154 કેચ પણ લીધા છે.
IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન ધોની IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન છે. તેણે IPLમાં સૌથી વધુ 235 મેચમાં કેપ્ટનશીપ કરી છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે 158 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીએ 2023માં પોતાની કેપ્ટનશીપમાં CSKને છેલ્લી વખત ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં 136 મેચમાં ટીમને જીત અપાવી છે, જ્યારે 97 મેચમાં ટીમ હારી ગઈ છે.
