હુરુન રિચ લિસ્ટ: અંબાણી પરિવાર દેશમાં સૌથી ધનિક:બિઝનેસની વેલ્યુએશન ₹28 લાખ કરોડ સુધી પહોંચી
2025ની હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં અંબાણી પરિવાર ટોચ પર છે. તેમના બિઝનેસની વેલ્યુએશન 28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ભારતના જીડીપીના લગભગ બારમા ભાગ જેટલું છે.
કુમાર મંગલમ બિરલા પરિવાર આ યાદીમાં બીજા નંબરે છે. તેમના બિઝનેસની વેલ્યુએશન 1.1 લાખ કરોડ રૂપિયા વધીને 6.5 લાખ કરોડ રૂપિયા થયું છે. જિંદાલ પરિવાર પણ ટોચના ત્રણમાં સ્થાન પામ્યો છે. તેમનું બિઝનેસ વેલ્યુએશન 5.7 લાખ કરોડ રૂપિયા છે. તેમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ફર્સ્ટ જનરેશન ફેમિલી બિઝનેસમાં અદાણી નંબર વન
હુરુન ઈન્ડિયાએ ભારતના સૌથી મૂલ્યવાન 'પ્રથમ પેઢી' કૌટુંબિક વ્યવસાયો પર એક અહેવાલ પણ બહાર પાડ્યો છે. ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ આમાં પ્રથમ ક્રમે છે. અદાણીના બિઝનેસની વેલ્યુએશન 14 લાખ કરોડ રૂપિયા છે.
આ યાદીમાં પૂનાવાલા પરિવાર બીજા નંબરે છે. તેમના બિઝનેસની વેલ્યુએશન 2.3 લાખ કરોડ રૂપિયા છે. દિવી પરિવાર 1.8 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે ત્રીજા નંબરે છે.
ટોચના 300 કૌટુંબિક વ્યવસાયોની યાદીમાંથી મુખ્ય મુદ્દાઓ
- આ યાદીમાં 100 નવા પરિવારો ઉમેરાયા, જેનાથી કુલ 300 પરિવારો થયા, જેનું કુલ મૂલ્ય 1.6 ટ્રિલિયન ડોલર (₹134 લાખ કરોડ) છે. આ તુર્કી અને ફિનલેન્ડના GDP કરતા પણ વધુ છે. યાદીમાં ટોચના 10 પરિવારો કુલ મૂલ્યના લગભગ 50% હિસ્સો ધરાવે છે.
- આ 300 પરિવારો દરરોજ ભારતીય અર્થતંત્રમાં 7,100 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. આ ઉપરાંત તેઓ દર વર્ષે દેશને 1.8 લાખ કરોડ રૂપિયાનો કર ચૂકવે છે.
- આ આ યાદીમાં ઔદ્યોગિક ઉત્પાદનો (48 કંપનીઓ), ઓટોમોબાઈલ (29 કંપનીઓ), ફાર્મા (25 કંપનીઓ)નો સમાવેશ થાય છે. લિસ્ટેડ કંપનીઓમાંથી 74% કંપનીઓ, 62 કંપનીઓમાં વ્યાવસાયિક CEO છે, 22 કંપનીઓમાં મહિલા નેતાઓ છે.
હુરુન લિસ્ટ 1999માં એક બ્રિટીશ એકાઉન્ટન્ટથી શરૂ કરવામાં આવી હતી
હુરુન એક રિસર્ચ સંસ્થા છે જે વિશ્વભરમાં સંપત્તિ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વલણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સત્તાવાર રીતે હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાતી તેની સ્થાપના 1999માં બ્રિટિશ એકાઉન્ટન્ટ અને સંશોધક રુપર્ટ હૂગેવર્ફ દ્વારા કરવામાં આવી હતી.
તેમણે દેશના સૌથી ધનિક વ્યક્તિઓને ઓળખવા અને ક્રમ આપવા માટે ચીનમાં હુરુનની સ્થાપના કરી. વર્ષોથી, તે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં વિકસ્યું છે.
મુખ્ય મથક અને કામગીરી:
- હુરુનનું મુખ્ય મથક ચીનના શાંઘાઈમાં છે. મુંબઈમાં પણ તેની નોંધપાત્ર હાજરી છે.
- તે 20થી વધુ દેશોમાં સંશોધન અને ડેટા સંગ્રહ કરે છે.
મુખ્ય પ્રકાશનો:
- હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ: વિશ્વના અબજોપતિઓ ($1 બિલિયન કે તેથી વધુની નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ)ની વાર્ષિક રેન્કિંગ, જે સૌપ્રથમ 2012માં પ્રકાશિત થઈ હતી.
- હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ: ભારતના સૌથી ધનિક વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે 2012માં શરૂ કરવામાં આવી હતી.
- હુરુન ચાઇના રિચ લિસ્ટ: સંસ્થાની મૂળ ઓફર, 1999માં શરૂ કરવામાં આવી હતી.