શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ:'હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી'ના નાદથી મંદિરો ગુંજ્યા
આજે, ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો, ખાસ કરીને દ્વારકા, ડાકોર અને શામળાજી, ભક્તિના રંગે રંગાઈ ગયા છે. મંદિરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદ ગુંજી રહ્યા છે, અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા દર્શન માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કાળિયા ઠાકરના દર્શન સુગમતાથી થઈ શકે.
