Loading...

ઘોર કળિયુગ! દિલ્હીમાં દીકરાએ પોતાની જ માતા પર બળાત્કાર ગુજાર્યો

દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં 39 વર્ષીય એક વ્યક્તિએ તેની માતા પર બળાત્કાર કરવાનો આરોપ છે. પીડિતાની માતા હજ કરીને સાઉદી અરેબિયાથી પરત ફરી હતી. ઘરે પરત ફર્યા પછી, પુત્રએ તેના પર ખૂબ ત્રાસ ગુજાર્યો અને તેનું જાતીય શોષણ કર્યું.

પોલીસે જણાવ્યું કે આરોપી યુવકની ઓળખ મોહમ્મદ ફિરોઝ ઉર્ફે સુહેલ તરીકે થઈ છે. તેણે તેની માતા પર ખરાબ ચારિત્ર્યનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે તેના પિતાને તેની માતાને છૂટાછેડા આપવા પણ કહ્યું હતું.

જાણો શું છે આખો મામલો 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા 25 જુલાઈના રોજ તેના 72 વર્ષીય પતિ અને પુત્રી સાથે હજ કરવા માટે સાઉદી અરેબિયા ગઈ હતી. યાત્રા દરમિયાન તેના પુત્રએ તેના પિતાને ફોન કરીને તેની માતા પર ખરાબ ચારિત્ર્યનો આરોપ લગાવ્યો.

1 ઓગસ્ટના રોજ, પરિવાર ઘરે પરત ફર્યા બાદ આરોપીએ તેની માતા પર હુમલો કર્યો અને બીજા દિવસે ફરીથી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની સલામતીના ડરથી, તે થોડા સમય માટે તેની મોટી પુત્રીના સાસરે રહેવા ગઈ.

રૂમમાં છરી બતાવીને માતા પર બળાત્કાર 

લગભગ 10 દિવસ સુધી દીકરીના ઘરે રહ્યા પછી માતા 11 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે ઘરે પાછી આવી. તેના દીકરાએ તેની સાથે એકલા વાત કરવાનો આગ્રહ રાખ્યો. ત્યારબાદ તેણે તેને એક રૂમમાં બંધ કરી દીધી, છરી અને કાતરથી ધમકાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો.

શરૂઆતમાં, મહિલાએ ડર અને શરમને કારણે આ વિશે કોઈને કહ્યું નહીં. જોકે, 14 ઓગસ્ટના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે, આરોપીએ ફરીથી માતા પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ મહિલાએ હિંમત ભેગી કરી અને પોલીસનો સંપર્ક કર્યો.

હાલમાં, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી સ્નાતક છે પરંતુ હાલમાં બેરોજગાર છે, જ્યારે ફરિયાદી એક અભણ ગૃહિણી છે. તેનો પતિ નિવૃત્ત સરકારી કર્મચારી છે.