Loading...

આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ લવાયા:OPDમાં મેડિકલ એક્ઝિમિનેશન શરૂ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામ હાલ ગંભીર છે. જેથી તેને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જ્યાં તેનું મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તેઓ ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા.

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી. કોર્ટે તેમના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા.

આ ઉપરાંત સુરત દુષ્કર્મકેસમાં ગુજરાત હાઇકોર્ટે 7 ઓગસ્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. આસારામે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી તેમજ હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં. સરકારી વકીલે આ સર્ટિફિકેટ ચકાસવા સમય માગ્યો હતો. આ અંગે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે, એટલે ત્યાં સુધી હંગામી જામીન લંબાવ્યા છે. આમ, હાઇકોર્ટે ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા હતા.

આ પહેલાં 27 જૂને હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ હાઇકોર્ટે આસારામના જામીન 01 મહિનો સુધી વધાર્યા હતા. હવે આજે(7 ઓગસ્ટ, 2025) ત્રીજીવાર જામીન લંબાવ્યા છે.

કોર્ટમાં રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ 

આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. અગાઉ, ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે.

અમદાવાદના ડોક્ટરોની પેનલ દ્વારા હેલ્થ ચેકઅપ 

8 ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવવાનું કહ્યું હતું. તેમાં બે કાર્ડિયોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે.

ડોક્ટરોની આ ટીમ આસારામના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કરશે. ખાસ કરીને તેમના હૃદય સંબંધિત સમસ્યાઓની તપાસ કરવામાં આવશે કારણ કે તેમના લોહીમાં 'ટ્રોપોનિન'નું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. ડોક્ટરોની ટીમ પોતાનો સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરશે.