ઈઝરાયલનો ઈરાનની મિસાઈલ ફેક્ટરી પર હુમલો:ઈરાની બોર્ડરમાં 2000km અંદર બોમ્બ ફેંક્યા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને 10 દિવસ થઈ ગયા છે. રવિવારે મોડી રાત્રે ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના શાહરુદમાં બેલિસ્ટિક મિસાઈલ એન્જિન બનાવતી ફેક્ટરી પર બોમ્બમારો કર્યો હતો. આ સ્થળ ઇઝરાયલથી લગભગ 2000 કિલોમીટર દૂર છે.
આ હુમલામાં એન્જિન બનાવવાના ઘણા મશીનો અને જરૂરી સાધનોનો નાશ થયો હતો. આ ઉપરાંત ઇઝરાયલે તેહરાન, કરમાનશાહ અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં બળવાના મુદ્દા પર વાત કરી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- જો વર્તમાન ઈરાની સરકાર ઈરાનને 'ફરીથી મહાન' બનાવી શકતી નથી, તો પછી સત્તા પરિવર્તન કેમ ન થવું જોઈએ? મેક ઈરાન ગ્રેટ અગેઈન
અમેરિકાએ ગઈકાલે ઈરાનમાં 3 પરમાણુ સ્થળો પર હુમલો કરીને યુદ્ધમાં પ્રવેશ કર્યો. આ સ્થળો ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન હતા. આ ઓપરેશનમાં 7 B-2 સ્ટીલ્થ બોમ્બરોએ ભાગ લીધો હતો, જેમણે ઈરાનના ફોર્ડો અને નતાંજ પરમાણુ સ્થળો પર 13,608 કિલો વજનના બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.