Loading...

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, વિપક્ષે નિવૃત્ત જસ્ટિસ રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા

I.N.D.I.Aએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમનો મુકાબલો NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે થશે.

ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો દક્ષિણના છે. નિવૃત્ત જસ્ટિસ રેડ્ડી આંધ્રપ્રદેશના છે, જ્યારે સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના છે.

I.N.D.I. ગઠબંધને મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષના ઘરે યોજાયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીનું નામ ફાઈનલ કર્યું છે. બેઠક બાદ પત્રકાર પરિષદમાં ખડગેએ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ થયો હતો. તેમણે બીએ, એલએલબી કર્યું છે. 2 મે 1995ના રોજ તેમને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બર 2005ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સોમવારે સાંજે ખડગેના નિવાસસ્થાને ઘણા વિપક્ષી નેતાઓએ એક બેઠક યોજી હતી અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમના સંયુક્ત ઉમેદવારના નામોની ચર્ચા કરી હતી. નેતાઓએ કેટલાક નામો સૂચવ્યા હતા, જેમાં તમિલનાડુથી પણ કેટલાક નામ સામેલ હતા.