Loading...

ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું:સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી મારામારી કરી

અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે(19 ઓગસ્ટ) ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા થવાના શરૂ થઈ ગયા છે. મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈ હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.

ગઇકાલની ઘટના શાળાની બહાર બની છે: એડમીન 

આ મામલે શાળાના એડમીન મયુરીકા પટેલે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઇકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે.

‘મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવા શાળામાં રજા’ 

છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ 2 નાની મોટી ફરિયાદ થઈ હતી. વિદ્યાર્થી છરી લઇને શાળામાં આવ્યો ન હતો પરંતુ બહાર રાખેલા વાહનમાં તેને છુપાવી હશે. વિદ્યાર્થીઓ વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેક વાર કહેવામાં આવ્યું છે છતાં વાલીઓ માનતા નથી. હોબાળાને લઈને નહીં પરંતુ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા જાહેર કરાઈ છે.