સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 81,950 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટી 25,100ની સપાટીએ
આજે, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, એટલે કે 21 ઓગસ્ટના રોજ, સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના વધારા સાથે 81,950ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 30 પોઈન્ટના વધારા સાથે 25,100ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં તેજી અને 10 શેરમાં ઘટાડો છે. બજાજ ફિનસર્વ અને રિલાયન્સના શેર 1%ની તેજી છે. HUL અને Zomatoમાં ઘટાડોછે.
નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરમાં તેજી અને 20 શેરમાં ઘટાડો છે. NSEના મેટલ, રિયલ્ટી અને બેંકિંગ ઈન્ડેક્સમાં નજીવો વધારો થયો છે. ઓટો, IT અને FMCG ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે.
અત્યારે 5 IPOમાં રોકાણ કરવાની તક
શેરબજારમાં હાલમાં 5 IPOમાં રોકાણ કરવાની તક છે. આ કંપનીઓ 3,585 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આમાંથી 4 IPO 19 ઓગસ્ટથી ખુલ્યા. રોકાણકારો 21 ઓગસ્ટ સુધી આ માટે બોલી લગાવી શકશે.
મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનો IPO આજે (20 ઓગસ્ટ) ખુલ્યો છે, તેમાં 22 ઓગસ્ટ સુધી રોકાણ કરવાની તક છે. મંગલ ઇલેક્ટ્રિકલ આ ઇશ્યૂમાંથી 400 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹533-₹561 છે અને લોટ સાઈઝ 26 શેર છે.
ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.58% ઘટીને 42,640 પર અને કોરિયાનો કોસ્પી 1.08% વધીને 3,163 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.21% ઘટીને 25,112 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.22% વધીને 3,774 પર ટ્રેડ કરી રહ્યો છે.
- 20 ઓગસ્ટના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.036% વધીને 44,938 પર બંધ થયો. આ દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 0.67% ઘટીને 21,173 પર અને S&P 500 0.24% ઘટીને 6,396 પર બંધ થયો.
20 ઓગસ્ટે DIIએ રૂ. 1,806 કરોડના શેર ખરીદ્યા
- 20 ઓગસ્ટના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,100.09 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 1,806.34 કરોડની નેટ ખરીદી કરી હતી.
- ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ ₹25,375.01 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ ₹63,966.49 કરોડની નેટ ખરીદી કરી છે.
- જુલાઈ મહિનામાં, વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 47,666.68 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 60,939.16 કરોડની નેટ ખરીદી કરી હતી.
ગઈકાલે બજારમાં 200 પોઈન્ટથી વધુની તેજી રહી હતી
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, બુધવાર (20 ઓગસ્ટ) ના રોજ, સેન્સેક્સ 213 પોઈન્ટ વધીને 81,858 પર બંધ થયો. નિફ્ટી પણ 70 પોઈન્ટ વધીને 25,051 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો વધીને બંધ થયા. ઇન્ફોસિસ, ટીસીએસ, એચયુએલ અને એનટીપીસીના શેરોમાં 4% સુધીનો ઉછાળો આવ્યો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બજાજ ફાઇનાન્સ અને ટાટા મોટર્સના શેરોમાં 2% સુધીનો ઘટાડો થયો.
નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરો વધ્યા અને 22 શેરો ઘટ્યા. NSE ના IT ઇન્ડેક્સમાં 2.69%, FMCG માં 1.39% અને રિયલ્ટી માં 1.06% નો વધારો થયો. મીડિયા, બેંકિંગ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં ઘટાડો થયો.