હવે અમેરિકા પાર્સલ નહીં મોકલી શકાય:ભારતે US પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી
ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી અમેરિકા માટે તમામ પ્રકારના ટપાલ માલનું બુકિંગ સ્થગિત કરવા જઈ રહ્યો છે. હાલમાં આ નિર્ણય અસ્થાયી રૂપે લાગુ કરવામાં આવશે. આજે શનિવાર, 23 ઓગસ્ટના રોજ ટપાલ વિભાગે એક પ્રેસ નોટ બહાર પાડીને આ અંગે માહિતી આપી.
આ નિર્ણય અમેરિકન સરકારના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના જવાબમાં લેવામાં આવ્યો છે, જે હેઠળ અમેરિકાએ 29 ઓગસ્ટથી $800 (₹70 હજાર) સુધીના માલ પર કસ્ટમમુક્તિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવતા માલ પર ડ્યૂટી ચૂકવવી પડશે.
ટપાલ વિભાગે કહ્યું,
"29 ઑગસ્ટથી અમેરિકા જતા તમામ આંતરરાષ્ટ્રીય ડાક સામાનો પર ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર એક્ટ (IEEPA) ટેરિફ સ્ટ્રક્ચર મુજબ કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે, પછી ભલે તેમની કિંમત ગમે તેટલી હોય, જોકે 100 ડૉલર (આશરે 8,700 રૂપિયા) સુધીની કિંમતવાળા ગિફ્ટ આઇટમ્સને ડ્યૂટીમાંથી મુક્તિ મળશે."