PM મોદીએ બહુચરાજીમાં E-વિટારા લોન્ચ કરી:કહ્યું-જૂની એમ્બ્યુલન્સમાંથી હાઇબ્રિડ EVનો પ્રોટોટાઇપ તૈયાર, 11000 કરોડની યોજના
PM નરેન્દ્ર મોદી હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચિગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે. ઓટો મોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.
ઈ-વ્હીકલની ડિમાન્ડ ખૂબ છે: મારૂતિના ડીલર
મારુતિ સુઝુકીના મહેસાણાના ડીલર અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલે જણાવ્યું કે મારુતિ ઉદ્યોગ લિમિટેડ દ્વારા જે મારુતિનું પ્રોડક્શન હરિયાણામાં હતું એની જગ્યાએ ગુજરાતમાં પણ ચાલુ કર્યું છે અને એમાં ઈ-ગાડીનું અહીં જ્યારે ઉત્પાદન કરવાનું છે ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ સમયની માંગ છે. જે પેટ્રોલ ડીઝલની અછત ન થાય અને ભવિષ્યમાં ઇલેક્ટ્રિકથી ગાડીઓ ચાલે અને પોલ્યુશન ઓછું થાય એના માટે મારુતિએ હંમેશા એગ્રેસિવ રહીને આ ગાડીનું ઉત્પાદન કરવાનું કર્યું છે.
વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું કે ગુજરાતમાં ઉદ્યોગો ડેવલપ થાય અને ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે, ગુજરાત આગળ વધે એ માટે જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ નાખ્યો છે ત્યારે 100% આપણા વિસ્તારને આ પ્લાન્ટથી ખૂબ મોટો ફાયદો થયો છે અને રોજગારી પણ મળી રહી છે.
અત્યારે સમયની માંગ પ્રમાણે ઈ-વ્હીકલની ડિમાન્ડ ખૂબ છે. થોડી કોસ્ટલી પડે, પરંતુ ગવર્મેન્ટ એમાં થોડી સબસીડી પણ આપવા જઈ રહી છે અને આપી રહી છે આરટીઓ રજીસ્ટ્રેશનમાં એટલે લોકોની ડિમાન્ડ ખરેખર ખૂબ સારી રહેશે.
અત્યારે હાલ મારુતિની ગ્રાન્ડ વિટારા માં ઈ-વ્હીકલ તરીકેનું મોડેલ લોન્ચ થવાનું છે,જે આવનારા ટૂંક સમયમાં આ ગાડી લોન્ચ થશે.આ ભવિષ્યમાં મારુતિ બધા જ મોડેલોમાં આ ઈ-વ્હીકલ આવશે એવું ચોક્કસ કહી શકાય.