Loading...

રાજકોટમાં વિદેશી નાગરિકો - સ્થાનિકો વચ્ચે બબાલ,ત્રંબામાં ઘર્ષણ સર્જાતા પોલીસ દોડી

રાજકોટના ત્રંબા ગામમાં ગતરાત્રિએ વિદેશી નાગરિકો અને સ્થાનિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઘર્ષણ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં બંને પક્ષના લોક ગાળાગાળી કરતા જોવા મળી રહ્યા છે. મધરાત્રે થયેલા ઘર્ષણ બાદ પોલીસ બંને પક્ષના લોકોને આજીડેમ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતા ફરિયાદ નોંધાઈ ન હતી.

મકાન ખાલી કરાવવા બાબદે વિદેશી નાગરિકો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ 

પ્રાપ્ત વિગત મુજબ આફ્રિકન દેશોમાંથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ રાજકોટના ભાવનગર હાઇવે પર ત્રંબા ગામે રહે છે. મોરબી રોડ પર થયેલ વિદેશી નાગરિકોની બબાલ બાદ ત્રંબા ગામના લોકોએ પણ વિદેશી નાગરિકોને મકાન ખાલી કરાવવા બાબતે નિર્ણય કર્યો હતો. દરમિયાન મકાન ખાલી કરવાનુ કહેતા વિદેશી નાગરિકો અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી ણ બબાલ થઇ હતી

બંને પક્ષો વચ્ચે સમાધાન થતા ફરિયાદ કરવાનું ટાળ્યું 

આ પછી રાત્રીના 3 વાગ્યા આસપાસ ગામના લોકો તેમજ વિદેશી નાગરિકો ત્રંબા ગામ નજીક હાઇવે પર હોટલ ખાતે ઉભા રહ્યા હતા અને ભેગા થયા હતા દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઇ હતી જેમાં ઉગ્ર બોલાચાલી થતા કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા પોલીસ વાન ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્ને પક્ષના લોકોને આજી ડેમ પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી જો કે બન્ને વચ્ચે સમાધાન થઇ જતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.