જાપાનમાં મોદીએ બુલેટ ટ્રેન જોઈ:ભારતીય ડ્રાઇવરોને મળ્યા
જાપાન મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી બુલેટ ટ્રેનના એડવાન્સ E10 કોચને જોવા માટે મિયાગી પ્રાંતના સેન્ડાઈ પહોંચ્યા. જાપાનના PM શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા.
બંને નેતાએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી. આ દરમિયાન જાપાની પીએમ ભારતના લોકોપાઇલટ્સને પણ મળ્યા, જેમને જાપાનના ઈસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે. તેઓ જ ભારતમાં બુલેટ ટ્રેનો ચલાવશે.
શુક્રવારે મોદીએ 15મા ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંને દેશ વચ્ચે 150 કરાર પર હસ્તાક્ષર થયા હતા. જાપાની PMએ આગામી 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી હતી.
જાપાન બાદ હવે મોદી ચીનના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ રવિવારે SCO સમિટમાં હાજરી આપશે. આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરશે.