Loading...

સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 80,200 પર ટ્રેડ કરી રહ્યો છે.:નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો

ગયા સપ્તાહના ઘટાડા પછી, આજે એટલે કે સોમવાર, 1 સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 80,200 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ વધીને 24,520 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરમાં તેજી અને 5 શેરમાં ઘટાડો છે. ઇન્ફોસિસ, પાવર ગ્રિટ, ટેક મહિન્દ્રા, ઝોમેટો અને ટીસીએસના શેરોમાં 1%થી વધુની તેજી છે. રિલાયન્સ, એચયુએલ અને મારુતિમાં નજીવો ઘટાડો થયો છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરમાં તેજી અને 10 શેરમાં ઘટાડો છે. NSEના IT, Auto અને Banking ઈન્ડેક્સમાં સૌથી વધુ તેજી છે. FMCG, Realty અને Oil & Gasમાં ઘટાડો છે.

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 2.03% ઘટીને 41,850 પર અને કોરિયાનો કોસ્પી 0.74% ઘટીને 3,162 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2.03% વધીને 25,585 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.47% વધીને 3,876 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • 29 ઓગસ્ટના રોજ, યુએસ ડાઉ જોન્સ 0.20% ઘટીને 45,545 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 1.15% અને S&P 500 0.64% ઘટ્યો.

29 ઓગસ્ટના સ્થાનિક રોકાણકારોએ રોજ ₹11,488 કરોડના શેર ખરીદ્યા

  • 29 ઓગસ્ટના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 8,312.66 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 11,487.64 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • ઓગસ્ટ મહિનામાં, વિદેશી રોકાણકારોએ ₹46,902.92 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ ₹94,828.55 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • જુલાઈ મહિનામાં, વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 47,666.68 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 60,939.16 કરોડની નેટ ખરીદી કરી હતી.

 

ગયા અઠવાડિયે બજાર 1500 પોઈન્ટ ઘટ્યું હતું

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર, 29 ઓગસ્ટના રોજ, સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79,810 પર બંધ થયો. નિફ્ટી 74 પોઈન્ટ ઘટીને 24,427 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો વધ્યા અને 13 શેરો ઘટ્યા. ITC અને BEL સહિત 6 શેર 2% વધ્યા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ અને ઇન્ફોસિસના શેર 3% સુધી ઘટ્યા.

નિફ્ટીના 50 માંથી 23 શેર વધ્યા જ્યારે 27 શેર ઘટીને બંધ થયા. NSE પર રિયલ્ટી, ઓટો અને ઓઇલ અને ગેસ ઈન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા. FMCG અને મીડિયા ઈન્ડેક્સ વધ્યા. સપ્તાહના કારોબાર દરમિયાન બજાર કુલ 1497 પોઈન્ટ ઘટ્યું.