Loading...

મોદી-જિનપિંગ-પુતિનનો હાથમાં હાથ, રમૂજ અંદાજ:બાજુમાં ઊભેલા પાક. PMને ઇગ્નોર કર્યા

ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં વિશ્વના મોટા નેતાઓ પોતાના વિચારો રજૂ કરવા આવ્યા છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય રાષ્ટ્રપ્રમુખો જોવા મળ્યા હતા. ખાસ કરીને પુતિન, મોદી અને જિનપિંગે લાંબા સમય સુધી વાત કરી.

આ સમિટ પહેલાં એક મોમેન્ટ એવી આવી, જ્યારે મોદી અને પુતિન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની વાતો ચાલુ હતી અને પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ તેમની સામે જોઈ રહ્યા હતા. આ ત્રણેય નેતાએ પાકિસ્તાની PMને ઇગ્નોર કર્યા.

આ ત્રણેય નેતાનું બોન્ડિંગ અને રમૂજ અંદાજની આ તસવીરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચોક્કસપણે બ્લડપ્રેશર વધારી શકે છે.

Image Gallery