હવે બે GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા:દૂધ, રોટલી, પિત્ઝા GST મુક્ત, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ ટેક્સ ફ્રી
હવે 4ની જગ્યાએ, GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પિત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે.
નવા સ્લેબ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે
નાણામંત્રીએ કહ્યું કે નવા સ્લેબ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જોકે, તમાકુ ઉત્પાદનો પર 40%નો નવો GST દર હજુ લાગુ થશે નહીં.
આ ફેરફારોનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને રાહત આપવાનો, નાના વ્યવસાયોને ટેકો આપવાનો અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેનો ઉપયોગ ઘટાડવાનો છે.
આ ફેરફારો નાગરિકોનાં જીવનને વધુ સારું બનાવશે: PM
પીએમ મોદીએ X પર લખ્યું, 'મને ખુશી છે કે GST કાઉન્સિલે કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમાં GST દરોમાં ઘટાડો અને ઘણા સુધારાઓનો સમાવેશ થાય છે.'
આનાથી સામાન્ય જનતા, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે. આ મોટા ફેરફારો આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને વ્યવસાય કરવાનું સરળ બનાવશે. આનાથી ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયોને મદદ મળશે.