Loading...

વિજયવાડાથી બેંગલુરુ જતી ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું:ટેક ઓફ દરમિયાન બની ઘટના

આંધ્રપ્રદેશના વિજયવાડા એરપોર્ટ પર ગુરુવારે બેંગ્લોર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX2011 સાથે એક પક્ષી અથડાયું હતું. આ ઘટના ટેક ઓફ દરમિયાન બની હતી. તેનાથી વિમાનના આગળના ભાગને નુકસાન થયું છે.

પાયલોટે વિમાનનું એન્જિન શરૂ કર્યું હતું. ટેક ઓફ દરમિયાન એક ગરુડ વિમાન સાથે અથડાયું. વિજયવાડાથી ટેકઓફનો સમય સવારે 8:15 વાગ્યે હતો. વિમાન સવારે 9:40 વાગ્યે બેંગલુરુ પહોંચવાનું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, વિમાનમાં 160 થી 165 મુસાફરો હતા. બધા મુસાફરો સુરક્ષિત છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તે મુસાફરોને બેંગલુરુ પહોંચાડવા માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ દિવસમાં વિમાન સાથે પક્ષી અથડાવાનો આ બીજો બનાવ

છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત છે જ્યારે ભારતીય વિમાન પર પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ પહેલા મંગળવારે નાગપુરથી કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E812 પર પક્ષી અથડાયું હતું. આ કારણે વિમાનનું નાગપુરમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં 272 મુસાફરો સવાર હતા.

આ ઘટના સવારે 7:01 વાગ્યે બની હતી. વિમાન સવારે 8:50 વાગ્યે કોલકાતા પહોંચવાનું હતું. એરપોર્ટ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે ટેકઓફ થયાના થોડા સમય પછી એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું.

વિમાનના આગળના ભાગે પક્ષીનું અથડાવું કેમ ખતરનાક છે?

રડાર અને કંટ્રોલ સિસ્ટમ ત્યાં આવેલી હોવાથી જ્યારે પક્ષી વિમાનના નાક સાથે (આગળવા ભાગે) અથડાય છે ત્યારે જોખમી રહે છે. જો આમાં ખામી સર્જાય તો પાઇલટને યોગ્ય દિશા અને બેલેન્સ જાળવમાં મુશ્કેલી પડી શકે છે.

આ ટક્કરથી વિમાનની બોડી તુટી શકે છે અને એન્જિનને નુકસાન થઈ શકે છે, જેનાથી ક્રેશ થવાનું જોખમ વધી શકે છે.

વિમાન સાથે પક્ષીઓ અથડાવાની ખતરનાક ઘટનાઓ

  • US Airways 1549 - 15 જાન્યુઆરી, 2009, પક્ષી એન્જિન સાથે અથડાયું, બંને એન્જિન બંધ થઈ ગયા. પાયલટે હડસન નદીમાં લેન્ડ કર્યું, જેમાં સવાર તમામ 155 લોકોનો બચાવ થયો.
  • Ryanair FR1194 - 10 નવેમ્બર 2008, પક્ષી અથડાવાથી લેન્ડિંગ ગિયર અને એન્જિનને નુકસાન થયું. ઇમરજન્સી લેન્ડિંગ કરાયું, ઘણા મુસાફરો ઘાયલ થયા.
  • Vistara UK944 - 4 ઓક્ટોબર 2021, રનવે પર પક્ષી અથડાવાથી વિમાનના નાક અને લાઇટને નુકસાન થયું. ફ્લાઇટ રદ કરવી પડી, એક મોટો અકસ્માત ટળ્યો હતો.

ભારતીય વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓના અન્ય કિસ્સાઓ...

1 સપ્ટેમ્બર: પુણેથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, એક કલાક પછી પાછી ફરી

સોમવારે પુણેથી દિલ્હી જતી સ્પાઇસજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાને સવારે 6:40 વાગ્યે પુણેથી ઉડાન ભરી હતી. તે સવારે 8:10 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે, ટેકઓફના એક કલાક પછી પુણેમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

31 ઓગસ્ટ:: દિલ્હીથી ઇન્દોર આવી રહેલી ફ્લાઇટના એન્જિનમાં આગ, ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી ઇન્દોર આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2913 માં ટેકઓફ થયાના થોડા સમય પછી જ ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. કોકપીટમાં વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાનું એલર્ટ મળ્યું હતું. ત્યારબાદ પાયલોટે તાત્કાલિક જમણું એન્જિન બંધ કરી દીધું અને એક એન્જિન પર દિલ્હી એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

29 ઓગસ્ટ - દેહરાદન-હૈદરાબાદ ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

ગુરુવારે દેહરાદૂનથી હૈદરાબાદ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. ટેકનિકલ ખામી સર્જાયા બાદ, પાઇલટે તાત્કાલિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને એર ટ્રાફિક કંટ્રોલ યુનિટ પાસેથી ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજુરી માંગી હતી.