Loading...

નેપાળની સંસદમાં Gen-Z ઘૂસી ગયા, પોલીસે ફાયરિંગ કર્યું:9નાં મોત, 80થી વધુ ઘાયલ

ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરતા નેપાળના 18 થી 30 વર્ષની વયના Gen-Z યુવાનો સોમવારે સંસદ ભવનના પરિસરમાં પ્રવેશ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા.

તેમને રોકવા માટે સેનાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, ગોળી વાગવાથી 9 પ્રદર્શનકારીઓના મોત થયા છે. આ ઉપરાંત 80 થી વધુ યુવાનો પણ ઘાયલ થયા છે.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, 12 હજારથી વધુ વિરોધીઓ હાજર છે. તેમણે સંસદના ગેટ નંબર 1 અને 2 પર કબજો જમાવી લીધો છે. સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, PM નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના તૈનાત કરવામાં આવી છે.

કાઠમંડુના મુખ્ય વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સુરક્ષા કડક કરવામાં આવી છે. નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે.

સરકારે 3 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો

3 સપ્ટેમ્બરના રોજ, નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

આ પ્લેટફોર્મ્સ નેપાળના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં નોંધાયેલા નહોતા. મંત્રાલયે 28 ઓગસ્ટથી સાત દિવસની સમયમર્યાદા આપી હતી, જે 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી.