Loading...

દાંડીના દરિયા કિનારે બીજું કન્ટેનર મળ્યું:ગુજરાતના દરિયાકિનારે છ કન્ટેનર તણાઈ આવ્યા

નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે પણ દાંડી દરિયાકિનારે એક કન્ટેનર મળી આવ્યું હતું. જેમાં રંગવિહીન કેમિકલ હોવાનું જણાયું હતું. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.

ગુજરાત રાજ્યના વિવિધ દરિયાકિનારે આવા કન્ટેનર મળવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી અને હવે નવસારી જિલ્લાના દરિયા કિનારે કુલ છ જેટલા એક સરખા કન્ટેનરતણાઈ આવ્યા છે. જલાલપુર પોલીસે આ મામલે કસ્ટમ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી છે. પોલીસ દ્વારા ટેન્કર અને તેમાં રહેલા પ્રવાહી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.