Loading...

આધેડનું ધસમસતી તાપી નદીમાંથી LIVE રેસ્ક્યૂ:સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી

સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓવા સમયે સુરતના અડાજણ પાટ્યા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઇ પટેલ નામના શખસો તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પણ સદનસીબે તેમના હાથમાં ઝાડીઝાંખરા આવા જતા ઓને પકડી લીધા હતા. બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા.

આધેડ ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા

ફાયરબિગ્રેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઇ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચન્દ્રશેખર આઝાદબ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા, જોકે તેઓ ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઇ રહ્યા હતા. એ સમયે સદનીસબે તેમના હાથમાં ઝાડીઝાંખરા આવી જતાં પકડી લીધાં હતા. બાદમાં ફાયરબિગેડને જાણ કરાતાં તરત જ ફાયર લાશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા.

બે ફાયર જવાનોએ રેસ્કયૂ કર્યું

બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઊતર્યા હતા. બાદમાં બંને જવાનો રિંગબોયા લઇને તરતાં તરતાં અલીભાઇ પાસે પહોંચ્યા હતા. બાદમાં ફાયર જવાનોએ રિંગબોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યૂ કરીને સહીસલામત અડાજણ તરફના નદી-કિનારે લાવ્યા હતા.

આધેડને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા

આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું ફાયર ઓફિસર બળવતસિંહે કહ્યું હતું, જોકે તેમણે ઘરકંકાસમાં આ પગલું ભર્યું હોવાનું શક્યતા ફાયરે દર્શાવી હતી.

 

Image Gallery