Loading...

જુનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસ શહેર-જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે:ખડગે આજે શિબિરનો પ્રારંભ કરાવશે

2027 ગુજરાતમાં ભાજપને હરાવવાની રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે. કોંગ્રેસે પોતાના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતમાંથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરવામાં આવ્યું. અનેક જિલ્લા અને શહેરોમાં પ્રમુખો બદલવામાં આવ્યા. હવે કોંગ્રેસ દ્વારા આ નવનિયુક્ત પ્રમુખનો પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ દ્વારા જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભવો સવારે 10 વાગ્યે કેશોદ એરપોર્ટ પર પધારશે. ત્યારબાદ સાડા અગિયાર વાગ્યે ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાશે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ શિબિરમાં હાજરી આપવા પધારે એવી શક્યતા છે.

10 દિવસમાં રાહુલ ગાંધી પણ જુનાગઢ આવે તેવી શક્યતા

આજથી જૂનાગઢમાં શરૂ થયેલી શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, સંગઠન મંહામંત્રી, ગુજરાત કોંગ્રેસ પ્રભારી સહિતના નેતાઓ હાજરી આપશે. 10 દિવસીય આ શિબિરમાં આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ હાજરી આપે એવી શક્યતા છે.

26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આણંદમાં યોજાયેલી શિબિરમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું. આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને સખત ટક્કર આપવા માટે તૈયાર છે.

માર્ચમાં અમદાવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું- 'ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા'

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચ ગુજરાતમાં રહ્યા હતા. અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઇને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પસાર કર્યો. રાહુલ ગાંધીએ આખાં દિવસમાં 500થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમને ઝીણવટથી ચકાસ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો. પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી.

ત્યારબાદ 8 માર્ચે 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.

તેમણે કોઈપણની શેહ શરમ ભર્યા વિના કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી