Loading...

ગળામાં ગાળિયો નાખતાં જ મહાકાય મગરે ગુલાંટીઓ મારી

વડોદરામાં વરસાદ બંધ થયો છે, પરંતુ મગરો દેખાવવાની અને બહાર આવવાનો સિલસિયો યથાવત્ જોવા મળી રહ્યો છે. 10 સપ્ટમ્બરની મોડીરાત્રે વડોદરા તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં ચાંપાડ ગામમાં મહાકાય 11 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી હતી. આ મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો હતો.

અનગઢમાંથી છ ફૂટના મગરનું રેસ્ક્યૂ આ અંગેની વિગત એવી છે કે, વડોદરાના અનગઢ ગામમાં મગર હોવાની વિગતો વન વિભાગ અને NGOને થતા તાત્કાલિક બે ટીમ બંને ગામોમાં પહોંચી કામગીરી હાથ ધરી હતી. અનગઢ ગામ પાસેથી મહીસાગર નદી પસાર થાય છે અને ત્યાંથી અહીંયા મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, ભારે જહેમત અને સમય સૂચકતાથી વન વિભાગની ટીમે અને વોલિયંટરે છ ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી લીધું હતું.

ચાંપડમાંથી 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ બીજામાં ચાંપડ ગામ પાસે તળાવ આવેલું છે અને અહીંયા રહેણાંક વિસ્તારમાં મહાકાય 11 ફૂટનો મગર ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ વન વિભાગ સાથે સંસ્થાના લોકોએ પહોંચી રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. અંધારામાં મગરના ગળામાં ગાળિયા નાખતાની સાથે જ મહરે મોઢું ફાડી ચાર જેટલી ગુલાંટી મારી હતી. ભારે જહેમત બાદ મગર કાબૂમાં આવતા પાંચ યુવક તેના પર બેઠી ગયા હતાં અને બાદમાં પાંજરે પૂર્યો હતો. આમ બંને મગરને સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યા છે.

Image Gallery