Loading...

સુરત બાદ હવે અમદાવાદમાં AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ

સુરતમાં છેલ્લા 5 વર્ષથી બેન્કવેટ કે ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબાનો ટ્રેન્ડ હતો. બાદમાં છેલ્લા 2 વર્ષથી ટેમ્પરરી AC ડોમ બનાવીને ગરબા રમાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગયા વર્ષે યશવી ગરબામાં કિંજલ દવેએ ટ્રેન્ડ સેટ કર્યો અને હવે અમદાવાદ સુરતને ફોલો કરી રહ્યું છે. અમદાવાદમાં આ વખતે 3 જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવી, સ્વર્ણિમ નગરી ગરબામાં જીગરદાન ગઢવી અને સુવર્ણ નવરાત્રી એસી ડોમમાં પૂર્વા મંત્રી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે.

અમદાવાદના SG હાઇવે ના સુવર્ણ પાર્ટી પ્લોટ પર 25 ઓગસ્ટથી AC ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે લગભગ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. અત્યારે આ ડોમ અંદરથી ખાલી છે અને તેમાં અલગ-અલગ જગ્યાએ ફર્નિચર અને સામાન પડ્યો છે. ડોમની છત પડદાથી ઢાંકેલી છે. ડોમમાં શ્રમિકો કામ કરતા નજરે ચડે છે. ડોમની દીવાલો અને ફ્લોરિંગને પણ તેયાર કરાઈ રહ્યા છે. આ પાર્ટી પ્લોટમાં ખાસ કરીને 2 સેક્શન પાડવામાં આવ્યા છે. સ્ટેજની આગળનો ભાગ પ્લેટિનમ અને પાછળનો ભાગ ગોલ્ડન.

સુરતમાં આ વર્ષે ફરી એકવાર યશવી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત યશવી નવરાત્રી 2025 ધૂમ મચાવવા તૈયાર છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડમાં એસીડોમમાં નવરાત્રી યોજાશે. અહીં કિંજલ દવે ખેલૈયાઓને ડોલાવશે. પાર્કિંગની કોઇપણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે. સાથે ડિજિટલાઇઝડ એન્ટ્રી રાખવામાં આવી છે.

Image Gallery