Loading...

વડોદરામાં CMનું આગમન, હરણી પીડિતોનાં ઘરે પોલીસનો પહેરો

વડોદરા મહાનગરપાલિકા અને Elets Technomedia & eGov Magazineના સંયુક્ત ઉપક્રમે હોટલ હયાત પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર સમિટ 2025નો શુભારંભ કરાયો છે. તે પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જાહેરમાં રજૂઆત કરનાર હરણી પીડિત મહિલાઓના ઘરે પોલીસ પહેરો જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે. તેમની સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની સહિત પદાધિકારીઓ, ધારાસભ્યો, ગતિશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પારુલ યુનિવર્સિટીના તેજલબેન ઉપસ્થિતિ છે.

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં વિવિઘ કાર્યક્રમો ક૨વામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિકાસની સાથે લોક સુવિધાઓમાં વધારો કરવાની નવીન પહેલના ભાગરૂપે અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર સમિટ 2025નું આયોજન ક૨વામાં આવી રહ્યુ છે.

આ સમિટનો મુખ્ય હેતુ શહેરી વિકાસ, આયોજન, માળખાગત સુવિધા, ટેકનોલોજી અને ટકાઉપણા સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ પર લાવવાનો છે. ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને, આ સમિટમાં ગ્રીન ગ્રોથ (હરિયાળું વિકાસ), સ્માર્ટ ગવર્નન્સ (સ્માર્ટ શાસન), અને ડક્લાયમેટ-રેઝિલિયન્ટ ઇન્ફાસ્ટ્રક્ચર જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિચારકો અને ચિંતકો જોડાયા છે અને શહેરી વિકાસના વિવિધ પાસાઓ પર વ્યવહારિક સમજ આપે છે.