સુપ્રીમ કોર્ટે વકફ કાયદા પર ચુકાદો આપવાનું શરૂ કર્યું:વકફ કાયદાની કેટલીક કલમો પર પ્રતિબંધ મૂક્યો
સુપ્રીમ કોર્ટે સોમવારે વકફ (સુધારા) કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી, વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી મુસ્લિમ હોવા જોઈએ, સાથે જ બિન-મુસ્લિમોને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપતા સુધારા પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો.
કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ 5 વર્ષ માટે ઇસ્લામનું અનુયાયી હોવું જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે. જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો ન બનાવે.
આ પહેલા 22 મેના રોજ, સતત ત્રણ દિવસની સુનાવણી બાદ, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માંગ કરી હતી. તેમજ, કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.
આ ચર્ચા સરકારના આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ તે ધર્મનો આવશ્યક ભાગ નથી. તેથી, તે મૂળભૂત અધિકાર નથી.
વકફને ઇસ્લામથી અલગ એ પરોપકારી દાન તરીકે જોવું જોઈએ કે તેને ધર્મનો અભિન્ન ભાગ માનવો જોઈએ. તે અંગે અરજદારોના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, વકફ એ ઈશ્વરને સમર્પણ છે.' અન્ય ધર્મોથી વિપરીત, વક્ફ એ ઈશ્વર માટે દાન છે.