સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 81,786 પર બંધ:નિફ્ટી પણ 45 પોઈન્ટ ગગડ્યો
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સોમવાર, 15 સપ્ટેમ્બર, સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 81,786 પર બંધ થયો. નિફ્ટી પણ 45 પોઈન્ટ ઘટીને 25,069 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેરમાં તેજી રહી અને 17 શેર ઘટ્યા. ઓટો, આઇટી, મીડિયા, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો થયો. રિયલ્ટી 2.41% વધ્યો, પીએસયુ બેંકો અને મેટલ્સમાં તેજી રહી.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 395 પોઈન્ટ (0.89%) વધીને 44,768 પર અને કોરિયાનો કોસ્પી 13 પોઈન્ટ વધીને 3,412 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 110.64 પોઈન્ટના વધારા સાથે 26,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 8 પોઈન્ટના નજીવા વધારા સાથે 3,878ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
- 14 સપ્ટેમ્બરના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 273 પોઈન્ટ ઘટીને 45,834 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 98 પોઈન્ટ વધીને 22,141 પર બંધ થયો અને S&P 500, 3 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 6,584 પર બંધ થયો.
શુક્રવારે બજારમાં તેજી રહી હતી
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, 12 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 81,904 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 108 પોઈન્ટનો વધારો થયો હતો. તે 25,114 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 11 શેરો ઘટ્યા. નાણાકીય સેવાઓ,મેટલ, ફાર્મા, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.