મોદી MPમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે:ધારમાં બનેલા કપડાં ગુજરાતના કંડલા બંદરથી સીધા વિદેશમાં એક્સપોર્ટ થશે
પીએમ નરેન્દ્ર મોદી આજે એમપીના ધાર જિલ્લાના બદનાવર તહસીલના ભૈન્સોલા ગામમાં પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. તેઓ સવારે 11.45 વાગ્યે ભૈન્સોલા પહોંચશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ, ધાર પ્રભારી મંત્રી કૈલાશ વિજયવર્ગીય, MSME મંત્રી ચૈતન્ય કશ્યપ પણ હાજર રહેશે.
પીએમ મિત્ર પાર્ક માટે પસંદ કરાયેલ ધારનું ભૈનસોલા ગામ રેલ નેટવર્ક, હવાઈ નેટવર્ક, હાઇવે અને બંદર સાથે જોડાયેલું છે. ઇન્દોર એરપોર્ટ ફક્ત સવા કલાક દૂર છે અને 4 લેન હાઇવે અહીંથી ફક્ત અડધા કલાક દૂર છે.
અહીં બનેલા કપડાની સીધી નિકાસ કરવા માટે, ફક્ત 12 કલાકમાં ગુજરાતના કંડલા બંદરે પહોંચી શકાય છે. આ પાર્કથી માલવા-નિમારના કપાસ ઉત્પાદક ખેડૂતોને ફાયદો થશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાર્કમાં ત્રણ લાખ લોકોને રોજગાર મળશે.
