દેહરાદૂનમાં તારાજી, ટપકેશ્વર મંદિર ડૂબ્યું:ટોન્સ નદીમાં ટ્રેક્ટર-ટ્રોલી તણાયા
મંગળવારે સવારે 5 વાગ્યે ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટ્યું. જેના કારણે તમસા, કાર્લીગડ, ટોન્સ અને સહસ્ત્રધારા નદીઓમાં પાણીનું સ્તર વધ્યું. સહસ્ત્રધારા અને નજીકના વિસ્તારોમાં તપોવન, આઈટી પાર્ક, ઘંગોરા, ઘડી કેન્ટ વિસ્તારો સહિત પાણીમાં ગરકાવ તયા. ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા.
વિકાસ નગરમાં ટોન્સ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. આ દરમિયાન મજૂરોથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં તણાઈ ગઈ. આમાં 8 લોકોના મોત થયા અને 4 ગુમ થયાના અહેવાલ છે.
તમસા નદીના કિનારે બનેલું ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું. અહીંની દુકાનો ધોવાઈ ગઈ. 2 લોકો ગુમ છે. સહસ્ત્રધારામાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા. SDRF, NDRF અને સ્થાનિક વહીવટી ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.