Loading...

23 મહિના બાદ આઝમ ખાન સીતાપુર જેલ મુક્ત..બંને પુત્રો લેવા પહોંચ્યા, સમર્થકોની ભીડ

23 મહિનાથી જેલમાં બંધ સપા નેતા આઝમ ખાનને મુક્ત કરવામાં આવ્યા છે. તેમના પુત્રો, અદીબ અને અબ્દુલ્લા આઝમ, તેમને લેવા માટે સીતાપુર જેલ પહોંચ્યા છે. જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અદીબે કહ્યું, "આઝમ સાહેબ આજના હીરો છે."

આઝમ ખાનને મંગળવારે સવારે 9 વાગ્યે મુક્ત કરવાના હતા, પરંતુ જામીન બોન્ડમાં તેમના સરનામામાં ભૂલ હોવાથી જેલ મુક્તિની પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આઝમ ખાન રામપુર કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો હતો, જેમાં તેમને 6,000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તેમણે દંડ ભર્યો ન હતો, તેથી તેની મુક્તિ રોકવામાં આવી. સવારે 10 વાગ્યે કોર્ટ ખુલતાની સાથે જ સંબંધી: ફરહાન ઉલ્લાહ ખાન તેણે દંડ ભર્યો. ત્યાંથી, માહિતી ઇમેઇલ દ્વારા જેલને મોકલવામાં આવી. ત્યારબાદ તેને છોડવામાં આવ્યા હતા.

આઝમ ખાન કાળા ચશ્મા અને સફેદ કુર્તામાં સીતાપુર જેલમાંથી બહાર આવ્યા

આઝમ ખાન સીતાપુર જેલમાંથી મુક્ત થયા છે. તેમની જેલ મુક્તિ બાદ, સપા સમર્થકો અને તેમના પુત્ર અદીબે તેમનું સ્વાગત કર્યુ હતું. જેલમાંતી બહાર આવતા આઝમ ખાન તેમના જુના અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ કાળા ચશ્મા અને સફેદ કુર્તા પહેરીને સીતાપુર જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુરાદાબાદના સાંસદ રુચિ વીરા અને 200થી વધુ કાર્યકરો આઝમ ખાનનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે કલમ 144નો ઉલ્લેખ કરીને સમર્થકોને જેલથી દૂર હટાવ્યા હતા. પોલીસે 25 કાર્યકર્તાઓના વાહનોનો મેમો પણ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે 5 દિવસ પહેલા જામીન આપ્યા હતા

આઝમ વિરુદ્ધ 104 કેસ નોંધાયેલા છે. પાંચ દિવસ પહેલા, હાઈકોર્ટે તેમને બાર કબજા કેસમાં જામીન આપ્યા હતા. તે સમયે, પોલીસે એનિમી પ્રોપર્ટી કેસમાં નવા આરોપો ઘડ્યા હતા. 20 સપ્ટેમ્બરના રોજ, રામપુર કોર્ટે આ આરોપોને ફગાવી દીધા હતા, જેનાથી તેમની મુક્તિનો માર્ગ મોકળો થયો હતો. આ છેલ્લો કેસ હતો જેમાં આઝમને હજુ સુધી જામીન મળ્યા ન હતા.

Image Gallery