નવરાત્રિમાં રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો :મુસાફરી માટે ફક્ત રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ રહેશે માન્ય, સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય 1નો રહેશે
અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે.
ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર-1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે તથા સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે.
મેટ્રોના લંબાયેલ સમય દરમિયાન, મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે.
