ખાવડા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભારત-પાક સરહદ પર નોંધાયું કેન્દ્રબિંદુ
કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના આ આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ નોંધાઈ છે, જે સિસ્મોગ્રાફ પર હળવા કેટેગરીનો ગણાય છે.
કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે, ત્યારે ગઈ કાલે રાત્રે ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી હતી. કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો.
કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો
ભૂકંપના આ આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ નોંધાઈ છે, જે સિસ્મોગ્રાફ પર હળવા કેટેગરીનો ગણાય છે. જોકે, રાત્રિના સમયે આ આંચકો આવતા લોકો જાગી ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, આ ભૂકંપનો આંચકો રાત્રે 1 વાગ્યે અને 46 મિનિટે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ એવા વિસ્તારમાં નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-પાક સરહદ નજીક નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-પાક સરહદ નજીક નોંધાયું
3.3ની તીવ્રતા હોવાથી કોઈ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ સરહદી વિસ્તારમાં આવેલા આ આંચકાને કારણે કચ્છની સંવેદનશીલ ભૂસ્તરીય સ્થિતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તંત્ર દ્વારા હાલમાં પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
