આજે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, ગ્લોબલ માર્કેટમાં પણ થયો ઘટાડો
આજે, 26 સપ્ટેમ્બરના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 80,760 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 110 પોઈન્ટ ઘટીને 24,770 પર પહોંચી ગયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર નીચે છે અને 8 ઉપર છે.
ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં લગભગ 2% નો સૌથી મોટો ઘટાડો
દિવસ દરમિયાન ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં લગભગ 2% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં સન ફાર્મા, સિપ્લા, અરબિંદો ફાર્મા, લ્યુપિન, ઝાયડસ લાઇફસાયન્સ અને ડૉ. રેડ્ડી જેવા ફાર્મા શેરોમાં 4% સુધીનો ઘટાડો જોવા મળ્યો.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવાઓ પર 100% ટેરિફની જાહેરાત કર્યા પછી ફાર્માસ્યુટિકલ સ્ટોકમાં આ ઘટાડો આવ્યો છે. આ ટેરિફ 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે.
ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.41% ઘટીને 45,566.58 પર અને કોરિયાનો કોસ્પી 3,382 પર સ્થિર ટ્રેડ થઈ રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.61% ઘટીને 26,323 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.18% ઘટીને 3,846 પર બંધ રહ્યો.
- 25 સપ્ટેમ્બરના રોજ યુએસ ડાઉ જોન્સ 0.38% ઘટીને 45,947 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.50% અને S&P 500 0.50% ઘટ્યો.
