Loading...

અમદાવાદ - ગાંધીનગરના લોકો માટે આનંદના સમાચાર

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GMRC દ્વારા ફેઝ-2ના બે મહત્ત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન કોબા ગામ અને જૂના કોબાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો બે દિવસ બાદ એટલે કે 28મી તારીખથી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ મેટ્રોની શરૂઆત થશે. 

આ સેવા શરૂ થવાથી હજારો લોકોને થશે ફાયદો

કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.32 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.04 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.40 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.40 કલાકે શરૂ થશે.
છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.45 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.07 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.10 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.02 કલાક છે.

જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી ટ્રેનનો ટાઈમ 

જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.29 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.06 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.38 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.28 કલાકે શરૂ થશે.છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.43 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.10 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.07 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.05 કલાક છે.

અક્ષરધામ અને જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં

આ સાથે એવી પણ માહિતી છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં મેટ્રો ટ્રેન એપીએમસીથી સીધી અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી દોડતી થઈ શકે છે. હાલ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના પાંચ કિલોમીટરના રૂટ પર આવતા અક્ષરધામ અને જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂર્ણ થયા બાદ CMRS દ્વારા નિરીક્ષણ કરાશે અને ક્લીયરન્સ મળતા જ આ રૂટ શરૂ થઈ જશે.
 

Image Gallery