Loading...

આંધ્રપ્રદેશની હૃદયદ્રાવક ઘટના, ગરમ દૂધના તપેલામાં 17 મહિનાની બાળકી પડી,સારવાર દરમિયાન મોત

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના બુક્કરાયસમુદ્રમ ગામમાં આવેલી આંબેડકર ગુરુકુલ સ્કૂલના રસોડામાં ગરમ ​​દૂધમાં પડી જવાથી 17 મહિનાની બાળકીનું મોત થયું હતું. અક્ષિતા તરીકે ઓળખાતી આ બાળકીને તેની માતા કૃષ્ણવેણી જે શાળામાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતી હતી, તેને સ્કૂલે લઈ ગઈ હતી.

 20 સપ્ટેમ્બરના રોજ બની હતી આ ઘટના

આ ઘટનાનો એક વીડિયો હવે સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં બાળકી એક બિલાડીનો રસોડામાં પીછો કરતી દેખાય છે, દૂધના વાસણ સાથે અથડાઈને તેમાં પડી જાય છે. તેના રડવાનો અવાજ સાંભળીને, તેની માતા રસોડામાં દોડી ગઈ. બાળકીને વાસણમાંથી બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.

Image Gallery