Loading...

એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા કાલે સીધી અમદાવાદ આવશે: 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ

ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું. હવે ટીમ ઈન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતના પ્લેયર્સ આવતીકાલે દુબઈથી સીધા અમદાવાદ આવશે.

એશિયન ચેમ્પિયન્સ દુબઈથી સીધી અમદાવાદ આવશે

એશિયા કપ જીતવાના મોડમાં રહેલા પ્લેયર્સ ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ હવે આવતીકાલે વહેલી સવારે દુબઈથી સીધી અમદાવાદ એરપોર્ટે ઊતરશે, જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ બોય જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ આવશે, સાથે કુલદીપ યાદવ પણ તેમની સાથે હશે. તો હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ જોડાઈ જશે. તેઓ ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ માટે જોડાશે.

ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં રોકાશે


ભારતીય ટીમ દર વખતની જેમ આ વખતે પણ ITC નર્મદામાં ઊતરી રહી છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં ઊતરે છે ત્યારે હોટલ કંઈક ને કંઈક વેલકમ માટે સરપ્રાઇઝ આપે છે. હવે જ્યારે એશિયા કપ જીત્યા પછી 'ઓપરેશન સિંદૂર' ટ્રેન્ડિંગમાં છે, ત્યારે હોટલ આ વખતે પણ પ્લેયર્સને કંઈક સરપ્રાઇઝ આપી શકે છે.કેરેબિટન ટીમની વાત કરવામાં આવે તો તેઓ ઘણા દિવસથી અમદાવાદ આવી ચૂક્યા છે. હાલમાં તેઓનો સ્ટે સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇનમાં છે.

શુભમન ગિલ કેપ્ટન, જાડેજા વાઇસ કેપ્ટન વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. રેગ્યુલર વાઇસ-કેપ્ટન રિષભ પંત ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી. BCCIએ 25 સપ્ટેમ્બરે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી.

સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.

Image Gallery