ચૈતન્યાનંદ પોલીસ પૂછપરછમાં ગોળ ગોળ જવાબ આપી રહ્યો:જેલમાં પણ કરી રહ્યો છે ડિમાન્ડ
દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટનો પૂર્વ હેડ 62 વર્ષીય સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી, ધરપકડ પહેલા સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તેમણે છેલ્લા 50 દિવસમાં 15 હોટલ બદલી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસથી બચવા માટે તે સીસીટીવી કેમેરા વગરની સસ્તી હોટલોમાં રહેતો હતો. તે ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેરો વૃંદાવન અને મથુરામાં પણ છુપાયો હતો. ચૈતન્યનંદના નજીકના લોકોએ તેના માટે હોટલો પસંદ કરતા હતા.
શનિવારે તે આગ્રાની એક હોટલમાં રોકાયો હતો. પોલીસે રવિવારે સવારે 3:30 વાગ્યે તેની ધરપકડ કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસ હવે તેના નજીકના સાથીઓની શોધ કરી રહી છે.
પોલીસે ચૈતન્યનંદ પાસેથી એક આઈપેડ અને ત્રણ ફોન કર્યા જપ્ત
પોલીસે ચૈતન્યનંદ પાસેથી એક આઈપેડ અને ત્રણ ફોન જપ્ત કર્યા. આમાંથી એક ફોનમાં હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ હતા, જેનો ઉપયોગ તે વિદ્યાર્થિનીઓ પર નજર રાખવા માટે કરતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તે તેના ફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસના પાસવર્ડ ભૂલી ગયો છે.
17 વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપ
ચૈતન્યનંદ પર સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. 4 ઓગસ્ટના રોજ વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. તે સમયે તે સંસ્થાનો વડો હતો. 9 ઓગસ્ટના રોજ તેને પદ પરથી હટાવવામાં આવ્યો હતો. ત્યારથી તે ફરાર હતો.
સોમવારે, દિલ્હી પોલીસે તેમની સાથે વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવાના આરોપો અંગે પૂછપરછ કરી. તેને ઈન્સ્ટીટ્યુટમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેણે વિદ્યાર્થિનીઓને બોલાવી હોવાના આરોપ છે. પોલીસ પૂછપરછમાં ચૈતન્યનંદ સવાલના ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચૈતન્યનંદ બિલકુલ સહકાર આપી રહ્યો નથી. પોલીસ પાસે ચૈતન્યનંદે ખાવા માટે ફળની માંગણી કરી હતી. જો કે, પોલીસે તેને ખાવા માટે ફળ આપ્યા હતા.
દિલ્હી પોલીસના ડીસીપી, એસીપી અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓએ લગભગ બે કલાક સુધી ચૈતન્યનંદની પૂછપરછ કરી, પરંતુ ચૈતન્યનંદ સહકાર આપી રહ્યો નથી. તેણે પોલીસને વારંવાર કહ્યું કે તેના પરના આરોપો પાયાવિહોણા છે.
