કેન્દ્રીય કર્મચારીઓ માટે બોનસની જાહેરાત : 30 દિવસના પગાર જેટલું મળશે બોનસ
કેન્દ્ર સરકારે તેના કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલયે આદેશ જાહેર કરીને આ વાતની જાણકારી આપી . કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 30 દિવસના પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ (PLB) મંજૂર કરવામાં આવ્યું છે.
નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે ગ્રુપ સી અને નોન-ગેઝેટેડ ગ્રુપ બીના કર્મચારીઓને 2024-25માટે 30 દિવસના પગાર જેટલું એડ-હોક બોનસ મળશે. બોનસની રકમ ₹6,908 નક્કી કરવામાં આવી છે.
કયા કર્મચારીઓને બોનસનો લાભ મળશે?
- જે કર્મચારીઓ 31 માર્ચ, 2025 સુધી નોકરીમાં છે અને 6 મહિના સુધી સતત કામ કર્યું છે, તેઓ બોનસ માટે હકદાર રહેશે.
- જો કોઈ કર્મચારી આખું વર્ષ કામ કરી શક્યો નથી, તો તેને તેણે કામ કરેલા મહિનાઓ અનુસાર બોનસ મળશે.
- આ બોનસ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના પાત્ર કર્મચારીઓને પણ આપવામાં આવશે.
- કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારના પગાર માળખા પર કામ કરતા કર્મચારીઓ, જેમને અન્ય કોઈ બોનસ મળતું નથી, તેઓ આ માટે પાત્ર રહેશે.
- જેમની સર્વિસમાં કોઈ બ્રેક નથી, તેવા એડ-હોક કર્મચારીઓ પણ બોનસ મળી શકે છે.
- છેલ્લા ત્રણ વર્ષમાં નિશ્ચિત દિવસો માટે કામ કરનારા કેઝ્યુઅલ મજૂરોને 1,184 રૂપિયા બોનસ મળશે.
બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
બોનસની ગણતરી મહત્તમ માસિક પગાર ₹7,000ના આધારે કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, 30-દિવસના બોનસની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે...
બોનસ વિશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ:
આ બોનસ ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેઓ 31 માર્ચ, 2025 સુધી નોકરીમાં છે. આ તારીખ પહેલાં નિવૃત્ત થયેલા, રાજીનામું આપેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓ પણ ઓછામાં ઓછા 6 મહિનાની નિયમિત સેવા પૂર્ણ કર્યા પછી બોનસ માટે પાત્ર બનશે.
જો કોઈ કર્મચારી બીજી સંસ્થામાં ડેપ્યુટેશન પર હોય, તો બોનસ તે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે જેમાં તે હાલમાં કામ કરી રહ્યા છે. બોનસની રકમ હંમેશા રૂપિયામાં રાઉન્ડ ઓફ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી. આજે, 24 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપવામાં આવી. આ માટે ₹1,866 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેનો લાભ 10.91 લાખ રેલવે કર્મચારીઓને મળશે.
