Loading...

અમદાવાદના જૂના વાડજ પાસે બ્રિજની કામગીરી શરૂ: વાડજથી રાણીપ રામાપીર ટેકરા જતો રોડ રહેશે બંધ

વાડજથી રાણીપ જતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, વાડજથી રાણીપ અને રામાપીર ટેકરા તરફ જતો રોડ થશે બંધ અને શુક્રવારથી બે મહિના સુધી બંધ રોડ રહેશે બંધ, વાહનચાલકો માટે ભીમજીપુરાના રોડને અપાયું ડાયવર્ઝન અને તંત્રઅને બ્રિજની કામગીરીને લીધે રોડ બે મહિના સુધી બંધ રાખવાનો લીધો નિર્ણય, વાડજથી રાણીપ પાસે 4 લેન ઓવરબ્રિજ અને 2 લેન અંડરપાસની કામગીરી હાથ ધરાશે આજથી બ્રિજની કામગીરી તંત્રએ કરી શરૂ.

અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલુમ તરફનું ડાઈવર્ઝન 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.127 કરોડના ખર્ચે વાડજ જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ અને અન્ડરપાસ બનાવવામાં આવી રહ્યો છે અને વાડજ ઓવરબ્રિજની કામગીરી નવેમ્બર, 2026માં પૂરી થવાની શક્યતા છે. આ ફ્લાયઓવર બનાવવા માટે ગર્ડર ચડાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 3 ઓક્ટોબરથી વાડજથી રામાપીર ટેકરા થઈ રાણિપ તરફનો રોડ બે મહિના માટે બંધ કરવામાં આવશે. AMCના બ્રિજ પ્રોજેક્ટ દ્વારા વાડજ બ્રિજની કામગીરી માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. AMTS, BRTS, ST, સહિતના તમામ વાહનચાલકો ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલુમ તરફનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવે છે ઓવરબ્રિજ

આમ આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જેના પરિણામે વાહન ચાલકોએ 500 મીટર વધુ ફરવું પડશે. ઉલ્લેખનીય છે કે, વાડજ સર્કલ ખાતે બ્રિજ બનાવવાની કામગીરીમાં વિલંબ થયો છે અને બ્રિજની કામગીરીમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શનને રૂ. 90 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે.