ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, 60 લોકોનાં મોત
ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં મંગળવારે રાત્રે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 60 લોકો માર્યા ગયા અને લગભગ 150 લોકો ઘાયલ થયા. એપીના અહેવાલ મુજબ, મૃત્યુઆંક વધવાની ધારણા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0
મંગળવાર રાતથી બચાવ ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.0 જણાવી હતી, પરંતુ બાદમાં તેને 6.9 કરી દીધી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ 90,000 ની વસ્તી ધરાવતા સેબુ ટાપુ પર બોગો શહેર નજીક
ભૂકંપનું કેન્દ્રબિંદુ 90,000 ની વસ્તી ધરાવતા સેબુ ટાપુ પર બોગો શહેર નજીક હતું. શરૂઆતના ભૂકંપ પછી, આ વિસ્તારમાં 5 કે તેથી વધુ તીવ્રતાના વધુ ચાર આંચકા અનુભવાયા. ભૂકંપ અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
